ભીતરમન - 33

  • 1.3k
  • 3
  • 784

હું જામનગર જમીનના સોદા અને લેતી દેતી નું કામ કરું છું એ સિવાય અન્ય મારા ધંધાની જાણકારીથી અત્યાર સુધી તુલસી પણ અજાણ હતી. બાપુ સિવાય ઘરમાં ખરેખર કોઈ જાણતું જ ન હતું કે હું શું કામ કરી રહ્યો છું. મારે કોઈને મારું સાચું કામ કહીને ચિંતામાં એમને રાખવા ન હતા. મારા ધંધામાં ઘરેથી નીકળ્યા બાદ પાછો હું ઘરે આવીશ કે નહીં એની કોઈ ખાતરી હોતી નથી. હું આજે સલામત અને હયાત છું એનું કારણ માનો પ્રેમ કહો કે માતાજીના આશીર્વાદ કે તુલસીની અનહદ લાગણી! વસુલીનું કામ કરવું એટલું સહેલું નથી જેટલું આપણે ધારતા હોઈએ. કબજો કરનાર વ્યક્તિ કોઈ સામાન્ય હોતી નથી