નારદ પુરાણ - ભાગ 41

  • 642
  • 220

સનંદન બોલ્યા, “હે નારદ, પૈલ આદિ બ્રાહ્મણો પર્વત પરથી નીચે ઊતરી ગયા પછી પરમ બુદ્ધિમાન ભગવાન વ્યાસ પુત્ર સહિત એકાંતમાં મૌન ભાવથી ધ્યાનસ્થ થયા.         તે સમયે આકાશવાણી થઇ, ‘વસિષ્ઠકુળમાં ઉત્પન્ન મહર્ષિ વ્યાસ, આ સમયે વેદધ્વનિ શાથી થતો નથી? તમે એકલા કંઈક ચિંતન કરતા હો તેમ ચૂપચાપ બેઠા છો.ધ્યાન લગાવીને શાથી બેઠા છો? વેદોચ્ચારણ ધ્વનિથી રહિત થઈને આ પર્વત શોભતો નથી; તેથી હે ભગવન, આપના વેદજ્ઞ પુત્ર સાથે પરમ પ્રસન્ન ચિત્ત થઈને સદા વેદોનું સ્વાધ્યાય કરો.’         આકાશવાણી દ્વારા બોલાયેલ શબ્દો સાંભળીને વ્યાસજીએ પોતાના પુત્ર શુકદેવજી સાથે વેદોના સ્વાધ્યાયનો આરંભ કરી દીધો. તે બંને પિતાપુત્ર દીર્ઘકાળ સુધી વેદોનું પારાયણ કરતા