પ્રેમ સમાધિ - પ્રકરણ-107

(18)
  • 1.8k
  • 1
  • 1.1k

પ્રેમસમાધિ પ્રકરણ-107 સતિષ નારણથી સવાયો થઇને નારણને આગળ શું અને કેવી રીતે કરવુ એ સલાહ આપી રહેલો એણે કહ્યું "પાપા તમે વિજયને ફોન કરી વિશ્વાસમાં લઇ દમણ પહોંચો અને પેલાં બંન્ને જણાંને કાવ્યા કલરવને અહીં લઇ આવો ત્યાં સુધીમાં હું અહીં બધો બંદોબસ્ત કરી દઊં.... દોલત અને મધુઅંકલની ટોળકી આવી જાય એટલે પેલાં વિજય એનાં બામણ મિત્ર બંન્નેને પતાવી દઇશું.... સમજ્યા ? તમે હું કહું છું એમજ કરો..” સતિષ કોઇનાં ભણાવેલાં શબ્દો પોપટની જેમ બોલી રહેલો અને વિજયનું નામ પણ અપમાનજનક રીતે બોલી રહેલો.. એ કોઇ મોટો ડોન બની ગયો હોય એવાં રૂવાબમાં એનાં બાપને પણ જાણે હુકમ કરી રહેલો...  નારણનાં અનુભવી મગજે