માને ખ્યાલ આવી જ ગયો હતો કે હું ઘરે આવી ગયો છું. ખુશી અને અચરજ ના બેવડા ભાવ સાથે એ તરત જ બહાર આવી હતી. માના ચહેરા પરનો હાશકારો મને સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મા મને આવકારતા બોલી, "આવ દીકરા! હંમેશા તારી રાહ જોતી હોઉં છું આજે મને એવું થાય છે કે, ભગવાને મારી પ્રાર્થના સાંભળી છે." મા ખુશ થતી મારો હાથ ખેંચતી મને અંદર ઓરડા સુધી લઈ ગઈ હતી. માએ મારા જમવાની થાળી પીરસી રાખી હતી. હું કંઈ બોલું એ પહેલા જ મને એમણે જમવા બેસાડી દીધો હતો. મા મને એક પછી એક કોળિયો જમાડી રહી હતી. હું પણ એક