હું મા અને તુલસીની વાત સાંભળી ભાવુક થઈ ગયો હતો. મારે એમની પાસે જઈ શું વાત કરવી એ મને કંઈ જ સમજાતું નહોતું, આથી હું ગાય પાસે ગયો અને ત્યાં ખાટલો ઢાળી એના પર બેસતા મે મા ને સાદ કર્યો હતો. મા મારો અવાજ સાંભળી તરત જ બહાર આવી હતી. મેં એ વાતની નોંધણી કરી કે, તુલસી એ પણ મારો અવાજ સાંભળ્યો છતાં એણે મારા મનની ઈચ્છાને માન્ય રાખી એ મારા તરફ આવી મને તકલીફ થાય એવું કરતી નહોતી. મારા મનમાં હવે તુલસી માટે કુણી લાગણીનું બીજ ફૂટી નીકળ્યું હતું. એ ઝીણી ઝીણી વાતોમાં પણ મારી ઈચ્છાને માન આપી રહી