મરો ત્યાં સુધી જીવો

  • 8.2k
  • 1
  • 2.4k

પુસ્તક : મરો ત્યાં સુધી જીવો- ગુણવંત શાહપરિચય: રાકેશ ઠક્કર        જાણીતા વિચારક અને ચિંતક શ્રી ગુણવંત શાહનું પુસ્તક ‘મરો ત્યાં સુધી જીવો’ જીવન અને આરોગ્ય વિષે બહુ કીમતી સમજણ આપી જાય છે. પુસ્તકનો હેતુ ‘સાજું, તાજું અને રળિયામણું જીવન’ નો છે.             શ્રી ગુણવંત શાહ વાચકોને કહે છે કે,‘આ પુસ્તકમાં સમાવેલા લેખો સ્વસ્થ જીવનની ઝંખના રાખનારા સૌ લોકો માટે છે. કદાચ ડૉક્ટરોને પણ આ પુસ્તક નવું વિચારવા પ્રેરશે. ક્યાંક ક્યાંક જાણીજોઈને મુદ્દાને ઘૂંટવા માટે પુનરાવર્તન કર્યું છે. હું શિક્ષક ખરો ને! જીવનનું બધું રહસ્ય એક સાથે પ્રગટ કરવાની પ્રકૃતિમાતાને ઉતાવળ નથી હોતી. શરીરનાં અને મનનાં ગહન રહસ્યોમાંથી હજી મેડિકલ સાયન્સને માંડ એક ટકાની ભાળ મળી હશે. જે ભાળ