ભીતરમન - 28

  • 1.4k
  • 1
  • 888

હું નશાથી ચકચૂર રોજની માફક જ ઘરે આવ્યો હતો. મા જાણતી જ હતી કે હું ઘરેથી નીકળી ગયો છું. જેવી ડેલી ખખડી કે તરત જ મા બહાર આવી હતી. તેજો અને મા બંને ભેગા થઈને મને મારા ઓરડા સુધી મૂકી ગયા હતા. મને તુલસીના સહારે મૂકી મા અને તેજો ત્યાંથી પરત ફર્યા હતા. તુલસીએ મને પલંગ પર ઉંઘાડ્યો હતો. મારા પગમાં પહેરેલ મોજડી એણે કાઢી અને મારા ચરણને સ્પર્શ કરી પગે લાગી હતી. નશો એટલો બધો વધુ કર્યો હતો છતાં રોજ નશો કરતો હોવાથી એની એટલી બધી અસર નહોતી કે હું તુલસીના નરમ ઠંડા હાથનો સ્પર્શ જાણી ન શકું! પણ હા,