મારા અનુભવો - ભાગ 14

  • 1.5k
  • 696

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 14શિર્ષક:- ખરો અકિંચન થયો.લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજીપ્રકરણઃ…14  "ખરો અકિંચન થયો.." જમીને હું ફરી પાછો પેલા બગીચામાં આવ્યો. કલકત્તામાં રહું ત્યાં સુધી જમવાની તો વ્યવસ્થા થઈ ગઈ હતી. આ દેશમાં આવાં અસંખ્ય નાનાંમોટાં અન્નક્ષેત્રો ચાલી રહ્યાં છે. ધાર્મિક દૃષ્ટિકોણથી ચાલતાં આ અન્નક્ષેત્રો અંતે તો માનવતાવાદી કાર્ય જ કરી રહ્યાં છે. તેમાં કેટલાક અંશે દુરુપયોગ પણ થતો હશે. પણ તેથી શું ? એવું કર્યું કામ છે જેમાં કશો જ દુરુપયોગ ન થતો હોય ? પાંચ-દશ ટકા દુરુપયોગ તરફ જ જે લોકો દૃષ્ટિ રાખ્યા કરે છે, તે કદી પણ કોઈ સારું