બાપુને આઈ.સી.યુ. રૂમમાં દાખલ કર્યા હતા. મેં મારા એક મિત્ર દ્વારા બાપુને જામનગરના દવાખાને દાખલ કર્યા છે એ સમાચારની જાણ મુક્તારને કરી હતી. મુક્તાર એના વ્યસ્થ સમય માંથી સમય કાઢીને મારી પાસે હાજર થઈ ગયો હતો. બાપુના રિપોર્ટ આવી ગયા હતા. દાક્તરની ધારણા કરતા બાપુને વધુ તકલીફ હતી. બાપુને જો આઠ દશ દિવસમાં સારું નહીં થાય તો આ તકલીફ જીવનભર બાપુને રહેશે એવું દાક્તરે કીધું હતું. બાપુની પરિસ્થિતિ વધુ જણાવતા દાક્તરે કહ્યું કે, બાપુને હજુ ૮/૧૦ દિવસ તો દવાખાને રહેવું જ પડશે અને પરિસ્થિતિમાં સુધારો નહીં હોય તો વધુ પણ રોકાવું પડશે.મેં તેજાને કહ્યું, "તું કાલ સવારે જ પોસ્ટઓફિસે જજે અને