(નોંધ : વેદાંગોનું જેમાં વર્ણન છે એવા કેટલાક અધ્યાયો છોડીને આગળ વધુ છું, જેમાં કલ્પ, વ્યાકરણ, ગણિત, છંદશાસ્ત્ર અને જ્યોતિષનું વિસ્તૃત વર્ણન છે. યોગ્ય સમયે હું તેમને લખીશ.) નારદ બોલ્યા, “વેદના સર્વ અંગોનું વિભાગવાર સંક્ષિપ્ત વર્ણન સાંભળીને તૃપ્ત થયો. હે મહામતે, હવે શુકદેવજીની ઉત્પત્તિ કેવી રીતે થઇ તે કથા મને કહો.” સનંદન બોલ્યા, “મેરુ પર્વતના શિખર ઉપર આવેલા કર્ણિકાર વનમાં યોગધર્મપરાયણ પ્રભુ કૃષ્ણ દ્વૈપાયન યોગમુક્ત થઈને દિવ્ય તપ કરતા હતા. અગ્નિ, ભૂમિ, વાયુ તથા અંતરિક્ષ જેવો તેજસ્વી પુત્ર પ્રાપ્ત થાય તે હેતુ માટે તપ કરી રહ્યા હતા. તે પ્રખ્યાત વનમાં બ્રહ્મર્ષિઓ, બધા દેવર્ષિઓ, લોકપાલો, આઠ વસુઓ સહિત સાધ્યો,