ભીતરમન - 24

  • 1.1k
  • 1
  • 812

હું આઠમા નોરતે સાંજે ઘરે પહોંચ્યો હતો. મેં જેવી ડેલી ખોલી કે ગાયે મને ભાંભરતા આવકાર આપ્યો હતો. મેં મારી ટેવ મુજબ જ એના ગળે વહાલ કરી માને સાદ કર્યો હતો. તુલસી ઘરે હશે એમ વિચારી હું ખાટલો ઢાળીને જ ફળિયામાં બેસી ગયો હતો. મા મારો અવાજ સાંભળીને તરત જ બહાર હરખાતી આવી હતી. એને જોઈ હું તરત ઉભો થયો અને માને પગે લાગતાં એક મોટો થેલો એમને આપતા બોલ્યો, "લે મા! આ તારાથી દૂર રહી મે જે તરક્કી કરી એ કમાણી!""શું છે આમાં? એમ પૂછતી મા મારી સામે જોઈ રહી હતી."આમાં રૂપિયા છે જે તારા સંદુકમાં રાખજે!" મેં થેલો