મારા અનુભવો - ભાગ 13

  • 1.1k
  • 538

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 13શિર્ષક:- માસી મળીલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજીપ્રકરણઃ…13.. "માસી મળી"કાશીની નિરાશા કરતાં પણ બેલુડની નિરાશાએ મને ભારે ધક્કો આપ્યો. મને થવા લાગ્યું હતું કે મારામાં જ કાંઈક ખામી છે. હું મારી જ ખામીઓને જાણી શકતો ન હતો એટલે દુઃખી થતો હતો તેવું મને લાગ્યા કરતું. વારંવાર હું મારું નિરીક્ષણ કરતો અને વિચારતો, મારે શું કરવું જોઈએ ? કાંચનકામિની વાળી વાતને છોડી દેવી જોઈએ ?' શ્રીરામકૃષ્ણદેવના શિષ્યો તો કરોડોની સંસ્થા ચલાવે છે. કાંચનનો ત્યાગ તો માત્ર રામકૃષ્ણદેવ સુધી જ રહ્યો. તે પછી તો લક્ષ્મીના વિપુલ ઢગલાઓનાં માનવતાવાદી કાર્યોમાં સંન્યાસીઓ લાગી ગયા.