ગુજરાત અને કોંગ્રેસ - 4

  • 1k
  • 458

ફરી એક વખત વાત ભૂતકાળની શરૂ કરીએ. વાત ૧૯૮૫ની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ. જેમાં બહુચચિર્ત કામ થિયરી અને ઇંદિરા ગાંધીની હત્યા પછી ગુજરાતીઓ કોંગ્રેસ પ્રત્યેના સહાનુભૂતિના પ્રવાહમાં ૧૮૨માંથી ૧૪૯ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોનો વિજય હતયો હતો. જેની સાથે જ માધવસિંહ સોલંકીએ પુનઃ સત્તા પર આરૂઢ થયા. જાેકે, માધવસિંહે તે સમયે તેમની કેબીનેટમાં સવર્ણ ધારાસભ્યોની ઉપેક્ષા કરી હતી. જે મુદ્દો પણ ભારે ચર્ચામાં રહ્યો હતો. એટલંુ જ નહીં તે સમયે માધવસિંહ સોલંકીએ આર્થિક શૈક્ષણિક અનામત લાગુ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. જેના કારણે તે સમયે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન ફાળી નિકળ્યાં હતા. જે પ્રદર્શન રાજ્યના કેટલાક ભાગોમાં હિંસક પણ બન્યાં હતા.