રુદ્રદત્ત - 1

  • 2.4k
  • 798

આછી આછી નીંદ મહીં નયન જ્યોત ન્હાઈ છે જગતથી જંપીને ઘડી જિંદગી જંપાઈ છે મેહુલિયાની પાંખ થી ત્યાં સ્વપ્નલીલા છાઈ છે દેવોની આંખડી શી સ્વર્ગની વધાઈ છે.      ન્હાનાલાલઆજે રુદ્રદત્તને કોઈ ન ઓળખે. ત્રીસ-ચાળીસ વર્ષ પહેલાં કોઈ બાળકે પ્રશ્ન કર્યો હોત કે ‘રુદ્રદત્ત કોણ?’ તો તેને ઉત્તર આપનાર મળી આવત ખ્– કોઈ કોઈ. કદાચ તે બાળકના પિતા કહેત કે ‘મારા દાદાએ તેમની પાસે વિદ્યાભ્યાસ કર્યો હતો.’ ચાર-પાંચ પેઢી વંશવૃક્ષમાં લાંબી લાગે પરંતુ પિતામહ અને પ્રપિતામહની નજરે જોનાર ઘણા મળી આવશે.આજથી પોણોસો વર્ષ ઉપર ગુજરાતની પૂર્વ સરહદ ઉપર આવેલા વિહાર ગામમાં રુદ્રદત્ત એક સંસ્કૃત પાઠશાળા ચલાવતા હતા. ન્યાય અને વેદાંતના આ મહાસમર્થ જ્ઞાતાને