સનંદને આગળ કહ્યું, “હે નારદ, ગાનની ગુણવૃત્તિ દશ પ્રકારની છે; રક્ત, પૂર્ણ, અલંકૃત, પ્રસન્ન, વ્યક્ત, વિકૃષ્ટ, શ્લક્ષ્ણ, સમ, સુકુમાર તથા મધુર. વેણુ, વીણા અને પુરુષના સ્વર જ્યાં એકમેકમાં ભળી જઈને અભિન્ન પ્રતીત થવાને લીધે જે રંજન થાય છે, તેનું નામ રક્ત છે. સ્વર તથા શ્રુતિની પૂર્તિ કરવાથી તથા છંદ તેમ જ પાદાક્ષરોના સંયોગથી જે ગુણ પ્રકટ થાય છે, તેને ‘પૂર્ણ’ કહે છે. પ્રથમ સ્થાનમાં રહેલા સ્વરને નીચે કરીને હૃદયમાં સ્થાપિત કરવો અને ઊંચે ચઢાવીને મસ્તકમાં લઇ જવો એ ‘અલંકૃત’ કહેવાય છે. જેમાં કંઠનો ગદગદ ભાવ નીકળી ગયો હોય, તે ‘પ્રસન્ન’ નામનો ગુણ છે. જેમાં પદ, પદાર્થ, પ્રકૃતિ, વિકાર, આગમ,