ભાગ્ય તમારી મુઠ્ઠીમાં

  • 6.9k
  • 2k

ભાગ્ય તમારી મુઠ્ઠીમાં- રોબિન શર્મા  પુસ્તક પરિચય:- રાકેશ ઠક્કર        ‘વ્યક્તિગત તથા વ્યાવસાયિક શ્રેષ્ઠતા માટે જીવન બદલી નાખતી માર્ગદર્શિકા’ તરીકે ઓળખવામાં આવેલા પુસ્તક ‘ભાગ્ય તમારી મુઠ્ઠીમાં’ ના લેખક રોબિન શર્માએ એમાં દરેક પ્રકરણમાં પ્રેરણાત્મક ઉક્તિઓ પણ આપી છે. કુલ 36 પ્રકરણ છે.          પહેલા પ્રકરણ ‘હવે સંપૂર્ણતા સાથે જીવો’ શીર્ષકમાં તે જીવન વિષે વાત કરીને માણસો શ્રેષ્ઠ રીતે જીવવાનું મોકૂફ રાખે છે એવા માણસોને સલાહ આપતા કહે છે કે,‘આપણામાંના મોટાભાગના લોકો એવી રીતે જીવે છે જાણે આપણી પાસે દુનિયાનો બધો સમય પડ્યો હોય. આપણે આપણાં ઉચ્ચતમ તથા સર્વશ્રેષ્ઠ સુધી પહોંચવા માટે જીવવાનું બાજુ પર મૂકી દઈએ છીએ