પ્રેમ સમાધિ - પ્રકરણ-104

(18)
  • 1.6k
  • 1
  • 996

પ્રેમ સમાધિ પ્રકરણ-104 મ્હાત્રેની વાત સાંભળતાંજ વિજયનું ચકોર મન ચકરાવે ચઢ્યું એણે વિચાર્યુ મારાં માટે ઘણાં. મોર્ચા એક સાથે ખૂલી ગયા છે કઇ બાજુ પહેલું કામ કરું ? ભૂદેવ પાસે જઊં ? કાવ્યાની સલામતી, શીપ પર ધંધાની વાતો.. આ પન્ના સાલ્વે ? આ કસ્ટમ કે નાર્કોટીસવાળાને બીજું કોઇ ના મળ્યું કે એક ગણિકાનાં હવાલે ભૂદેવને કર્યા ? પેલો નારણ.... એનાં પર ભરોસો પડતો નથી ઉપરથી શીપ પરથી એનો મળતીયો દોલત ગૂમ છે રાજુનાયકાનાં કહેવાં પ્રમાણે એ ફૂટેલો છે એ મધુ, નારણ બધાને મળેલો છે એ બધાની એક ધરી થઇ ગઇ છે... ઇર્ષ્યા અને વિઘ્નસંતોષે એમને ઊંઘે રસ્તે ચઢાવ્યા છે નારણની ચાલ સમજવી