નારદ પુરાણ - ભાગ 37

  • 620
  • 224

જડભરત સૌવીરનરેશને એક પ્રાચીન ઈતિહાસ જણાવી રહ્યા હતા. તેમણે કહ્યું, “જે સમયે મહર્ષિ ઋભુ નગરમાં આવ્યા તે સમયે તેમણે નિદાઘને નગરની બહાર ઊભો દીઠો. ત્યાંનો રાજા વિશાળ સેના સાથે દમામથી નગરમાં પ્રવેશી રહ્યો હતો અને નિદાઘ મનુષ્યોની ભીડથી દૂર જઈને ઊભા હતા. નીદાઘને જોઇને ઋભુ તેમની પાસે ગયા અને અભિવાદન કરીને બોલ્યા “અહો! તમે અહીં એકાંતમાં શાથી ઊભા છો?”         નિદાઘ બોલ્યા, “વિપ્રવર, આજે આ રમણીય નગરમાં અહીંના રાજા પ્રવેશ કરવા ઈચ્છે છે, તેથી અહીં મનુષ્યોની ભારે ઠઠ જામી છે, એટલે હું અહીં ઊભો છું.”         ઋભુ બોલ્યા, “દ્વિજશ્રેષ્ઠ, આપ અહીંની વાતો જાણો છો તો મને કહો કે એમાં રાજા