શિક્ષિકા તરીકેની મારી સફર

  • 896
  • 1
  • 298

લેખ:- શિક્ષિકા તરીકેની મારી સફરલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.નમસ્તે વાચકમિત્રો અને સખીઓ. આ લેખ મેં ત્રણ વર્ષ પહેલાં શિક્ષકદિન નિમિત્તે લખ્યો હતો. આપ સૌ સાથે વહેચું છું. આ લેખમાં આપેલ તમામ માહિતિ સંપૂર્ણપણે મારી અંગત છે. મને વિશ્વાસ છે કે તમને મારી આ સફર ગમશે.આજે શિક્ષક દિવસ. માનનીય અને ઉચ્ચ કોટિના શિક્ષક એવા શ્રી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ. તેઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિ બન્યા હતા. એમનાં રાષ્ટ્રપતિ બનવાની ખુશીમાં એમનાં મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા એમનાં જન્મદિનને ધામધૂમથી ઉજવવાનું નક્કી કરાયું હતું. સાદાઈથી જીવવામાં માનનારા એમણે આ માટે સ્પષ્ટ ના કહી દીધી અને પોતાનો જન્મદિવસ શિક્ષકોને સમર્પિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો.