માટીનો માણસ

  • 6.5k
  • 1
  • 1.9k

માટીનો માણસ- ડૉ. નિમિત્ત ઓઝાપુસ્તક પરિચય : રાકેશ ઠક્કર        ડૉ. નિમિત્ત ઓઝાના સત્ય ઘટનાઓ પર આધારિત પુસ્તક 'માટીનો માણસ' માં પહેલા ભાગની વાર્તામાં તબીબી ક્ષેત્રના અનુભવો વર્ણવ્યા છે. અને બીજા ભાગમાંની વાર્તામાં એક લેખક તરીકે સંવેદના વ્યક્ત કરી છે.        તેઓ પોતાની વાત કરતાં કહે છે કે,'શ્રદ્ધા અને સબૂરી જેવા શબ્દો, પાઠ્યપુસ્તકો ક્યારેય શીખવી શકતા નથી. આવા શબ્દોની અનુભૂતિ આપણને અનુભવો કરાવે છે. બાળકોને જેમ BCG કે પોલિયોની વેક્સિન આપવામાં આવે છે. એવી જ રીતે આપણને પણ જો શ્રદ્ધા અને સબૂરી ફક્ત આ બે જ શબ્દોની વેક્સિન આપવામાં આવે તો આપણે પણ કેટલીય ગંભીર પરિસ્થિતિઓમાંથી ઊગરી