"મારી વાતઘાણા લોકો સુધી પહોંચશે કે કોઇને માટે પ્રેરણાદાયી બનશે એ તો જાણતી નથી પણ, એટલું જરૂર જાણું છું કે આટલી બધી તકલીફોમાં પણ મેં ક્યારેય લડત છોડી નથી" - મુનીબા મઝારી. પાકીસ્તાનની 'લોખંડી સ્ત્રી' તરીકે જાણીતી એક ચિત્રકાર. એનાં જીવનના કેનવાસ પર એક દિવસ એવું ચિત્ર દોરાયું કે એના જીવનનો રંગ ઉડી જાત. આ મુશ્કેલીને તકમાં ફેરવી મજબૂત ઇરાદા ધરાવનાર આ યુવતીએ. ચિત્રકલા` વિશે કશું જ ન જાણતી હોવા છતાં પીંછી ઉઠાવી, સામે કેનવાસ રાખ્યો. એવું ચિત્ર દોર્યું કે લોકો 'વાહ !' બોલી ઉઠ્યા. જો કે, એ ચિત્ર તો આ યુવતીની 'આહ !' નું હતું. પારાવાર પીડાનું હતું. હા,