મા તરફ મેં થેલી ધરીને મેં કહ્યું, "જુઓ તો ખરા! હું તમારે માટે શું લાવ્યો છું?""તું આવી ગયો મને બધું જ મળી ગયું, મારે બીજી કોઈ વસ્તુની જરૂર નથી.""શું મા હું કેટલા પ્રેમથી લાવ્યો છું. તું જો ને!""અરે સાડી? બાંધણીની?""હા મા! ત્રણ સાડી છે, તારે માટે, ફોઈ માટે અને મામી માટે. તને ગમે એ તું રાખજે.""બેટા! તારી પાસે આટલી મોંઘી સાડીના રૂપિયા ક્યાંથી આવ્યા?" "અરે મા! મેં એક નવું કામ ચાલુ કર્યું છે, એના અગાઉથી મળેલ પગાર માંથી પેલી ખરીદી તારે માટે કરી. તું જાજુ વિચાર નહીં, અને અંદર તો આવ, મને બહુ જ ભૂખ લાગી છે, ચાલ વાળું કરાવ! ફોઈ