ભીતરમન - 18

  • 1.4k
  • 2
  • 972

તેજાએ મારી હા મા હા ભરી આથી  હું ખુબ ખુશ થઈ ગયો હતો. મારા મનને રાહત થઈ, કે મારો ભેરુ મારા ભાઈ સમાન જ છે. હું તેજાને ઘર તરફ રવાના કરી જામનગર તરફ આગળ વધ્યો હતો. મન ખુબ મક્કમ હતું, આથી પરિસ્થિતિને ઝીલીને મારા મક્સદમાં પાર ઉતરીશ એ નક્કી જ હતું. હું જામનગર પહોંચીને સીધો જ મુક્તાર પાસે ગયો હતો. મુક્તાર મારા જ ગામનો હતો, બાપદાદાનું કામ મજૂરોને સોંપી જામનગર દલાલીના કામમાં જોડાયો હતો. જયારે પણ ગામમાં આવતો મને અચૂક મળતો હતો. મારા કરતા ઉંમરમાં ૧૦ વર્ષ મોટો હતો પણ પાક્કો ભાઈબંધ હતો.એ છેલ્લા આઠેક વર્ષથી જામનગર સ્થાયી થઈ ગયો હતો. હું