ઘણા લોકો પોતાના ભાગ્યને લઈને રડતા હોય છે. મારા ભાગ્યમાં આ નથી પેલાને બહુ બધું સારું મળ્યું, પૈસા મળ્યા, સારા દોસ્ત મળ્યા, માન સન્માન મળ્યું. તેના ભાગ્ય કેટલા સારા હશે.પરંતુ શું ખરેખર આવું હોય છે ?એવું કદાચ નથી હોતુ કેમકે ઈજ્જત, માન સન્માન, મિત્રો, પૈસા આ બધું કમાવવાથી મળે છે નહી કે ભાગ્યને કારણે.કદાચ તેના સારા કર્મો ને કારણે તેમને આ બધું મળતું હોય છે અને આપણને એવું લાગે છે કે તેના ભાગ્ય છે.અમુક કર્મો એવા હોય છે કે જેનું ફળ તરતજ વ્યક્તિને નથી મળતું પરંતુ ઘણા અવતાર કે ઘણા જન્મો પછી મળે છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ મહાભારત છે.એક પારધી હતો.