લેરી પઈજ અને સર્જઈ બ્રીન આપણે ઇતિહાસમાં નજર કરીએ તો એક પાત્ર છે જેને 'હાજર જવાબી' એવું કહેવાય છે, વિશેષણ તરીકે. એ પાત્ર એટલે ??? - યેસ યુ ગોટ ઇટ રાઇટ - બીરબલ. બાદશાહ અકબરના દરબારનાં નવ રત્નોમાંના એક બીરબલ. એની પાસે કોઇ પણ પ્રશ્નનો જવાબ મળતો. કોઇ પણ સમસ્યાનો કે કોયડાનો ઉકેલ મળતો. વર્ષો વીતતાં ગયાં. જમાનાઓ બદલાતા ગયા. ઘણાં પાત્રો ઇતિહાસમાં આવીને ગયાં. હ્જી 'હાજરજવાબી' નું ટેગ બીરબલને નામે જ છે, એક આવું જ પાત્ર 'તેનાલીરામ' પણ મળે છે, ઇતિહાસમાં. બહુ ઓછા જાણતા હશે કે તેનાલીરામ - બીરબલથી આગળની સદીમાં જન્મેલા. વધુ રસપ્રદ વાત એ છે કે