હું જેવું એક ડગલું પાછળ ખસી ગયો કે, તરત મા પોતાના જમણા હાથનો જ ટેકો લઈને ઝડપભેર પથારી પર બેઠી થઈને મારો હાથ ફરી એમના હાથમાં લઈને બોલ્યા, "દીકરા આપને વચન! તું કેમ બોલતો નથી?" માની ચિંતા જોઈ હું ખૂબ દુવિધામાં મુકાઈ ગયો હતો. મને તરત જ દાક્તરસાહેબના શબ્દો યાદ આવ્યા કે, "હમણાં એમને ચિંતા થાય એવી કોઈ વાત કરતા નહીં!" આ શબ્દો યાદ આવ્યા અને મારી નજર માને જે બોટલ ચડતી હતી એની નળી પર પડી હતી. મેં એ નળીમાં લોહી નીચે તરફથી ઉપર તરફ ચડતું જોયું, હું માનો હાથ જોઈ ગભરાઈ ગયો! માના હાથ પર એકાએક સોઈની આસપાસ સોજો