મારા અનુભવો - ભાગ 7

  • 1.6k
  • 812

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 7શિર્ષક:- અણગમો અને ગમો.લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીમારા અનુભવો… પ્રકરણઃ…7. "અણગમો અને ગમો." સ્વામી શ્રીસચ્ચિદાનંદજી.હું મહારાષ્ટ્રની ધરતી ઉપર હતો. આ ધરતીએ અસંખ્ય સંતો આપ્યાઃ તુકારામ, જ્ઞાનેશ્વર, નામદેવને તો સૌ જાણે જ છે. પણ તે સિવાયના પછાત ગણાતી જ્ઞાતિઓમાં અસંખ્ય સંતો થયા, જેમની વાણી અને ગાથાઓથી મહારાષ્ટ્ર ઉજ્જ્વળ થયું છે. આ ધરતીએ અનેક પંડિતો, વિદ્વાનો, વિચારકો અને રાજનેતાઓ આપ્યા. છત્રપતિ શિવાજી અને વીર મરાઠા સરદારોની આ ભૂમિ, ગોખલે, તિલક અને સાવરકરની આ ભૂમિ. સમાજસુધારકોની આ ભૂમિ. અહીં જુનવાણી માનસ ધરાવનારનો તોટો નથી પણ સુધારકોની પણ એટલી જ ફળદ્રુપતા અહીં જોઈ શકાય છે. ધરતીના રૂપમાં