નાયિકાદેવી - ભાગ 38

  • 714
  • 404

૩૮ સહસ્ત્રકલાએ શું કહ્યું? મહારાણીબા નાયિકાદેવી પોતાને મળીને પાછી ફરતી સહસ્ત્રકલાને જતી જોઈ રહ્યાં હતાં. એની સુંદરતા અદ્ભુત હતી. પણ એની વાણીમાં તો જાણે મધુર વિનોદના ઝરણાં વહેતાં હતાં. દરેક શબ્દ એની જીભમાં બેસતાં જાણે કે એક હસતો ચહેરો થઇ જતો – એ શબ્દ રહેતો નહિ! આટલો વિનોદ તો પહેલાંના મંત્રી દામોદર મહેતા પાસે હતો એમ પરંપરા એણે સાંભળી હતી. પણ આ તો સ્ત્રી અને પાછી નૃત્યાંગના. આવો મધુર વિનોદ તો આને કોણ જાણે ક્યાં લઇ જાય! કોઈ ઘેલા રજપૂત રાજાને એ હથેળીમાં રમાડે! રાણી વિચારી રહી. પોતાની પાસે એણે થોડીક ક્ષણો ગાળી હતી. પણ એટલામાં તો એ જાણે ભૂલી