ભાગવત રહસ્ય-૧૫૦ પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો- વૃત્રાસુર ભગવદભક્ત હતો તેમ છતાં તેને રાક્ષસ યોનિમાં જન્મ કેમ મળ્યો ? તેનો પૂર્વવૃત્તાંત કહો.શુકદેવજી વર્ણન કરે છે-વૃત્રાસુર પૂર્વ જન્મમાં ચિત્રકેતુ રાજા હતો.તેની રાણી નું નામ કૃતધુતિ હતું. તેમને સંતાન નહોતું.ચિત્રકેતુ શબ્દનો ભાવાર્થ છે-ચિત્ર-વિચિત્ર કલ્પનાઓ કરે તે ચિત્રકેતુ. કૃતધુતિ એ બુદ્ધિ છે.મન ચિત્ર-વિચિત્ર કલ્પનાઓ કરે છે-અનેક વિષયોનો વિચાર કરે છે-અને વિષયાકાર સ્થિતિમાંથી ચિત્રકેતુનો જન્મ થાય છે. અંગિરાઋષિ એક દિવસ રાજાના ઘરે પધાર્યા. રાજાએ ઋષિ પાસે પુત્રની માગણી કરી. ઋષિ કહે છે-પુત્રના માબાપ ને ક્યાં શાંતિ છે ? તારે ત્યાં છોકરાં નથી એ જ સારું છે. પણ રાજાના મનમાં અનેક ચિત્રો ઠસી ગયા