ભાગવત રહસ્ય-૧૪૯ કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની નિંદા ભાગવતમાં ઠેર ઠેર કરવામાં આવી છે.સકામ કર્મમાં દેવ પર જબરજસ્તી થાય છે-“મારું આટલું કામ તમારે કરવું જ પડશે.”સકામ કર્મ સફળ થાય તો વાસના વધે છે.સકામ કર્મમાં નિષ્ફળતા મળે તો-મનુષ્ય નાસ્તિક થાય છે.તેથી સકામ કર્મની નિંદા કરી છે.ભાગવત શાસ્ત્રમાં કેવળ ભક્તિનો જ મહિમા છે.કર્મ કરો ત્યારે એક જ હેતુ રાખવાનો-કે- મારા લાલાજી મારા પર પ્રસન્ન થાય. યજ્ઞકુંડમાંથી મોટો અસુર નીકળ્યો છે-તેનું નામ વૃત્રાસુર રાખ્યું છે.તે દેવો ને ત્રાસ આપવા લાગ્યો.દેવો આથી ગભરાયા.અને પરમાત્માના શરણે ગયા. પરમાત્માએ કહ્યું-દધિચી ઋષિના અસ્થિનું વજ્ર બનાવો-તેનાથી વૃત્રાસુર મરશે.પોતાનું દિવ્ય તેજ –પ્રભુ એ વજ્રમાં પધરાવ્યું.