પ્રેમ સમાધિ - પ્રકરણ-97

(12)
  • 1.8k
  • 2
  • 1.2k

પ્રેમ સમાધિપ્રકરણ-97   વિજયને મ્હાત્રેનો નંબર મળ્યો.. બર્વે પાસેથી જે બાતમી મળી હતી એનાંથી વધુ વિગત સખારામ મહાત્રે પાસેથી મળશે એ બધી વાત સમજી ગયો હતો. બર્વે કસ્ટમ ઓફીસર હતો બીજાઓની સરખામણીમાં પ્રમાણિક હતો. થોડો વધુ વિશ્વાસ કરી શકાય એવો હતો. વિજય બર્વેને ઓળખતો હતો ત્યારથી એટલી છાપ બર્વેની જરૂર પડી હતી કે માણસ સારો છે....  ઘણાં સમયથી સાથે ચાલી રહ્યો છે જીવનમાં કોમ્પ્રોમાઇસ કરે છે માલ પ્રેક્ટીસ કરે છે સાથે સાથે સરકારી કામ ખંતથી કરે છે એને માણસની ઓળખ છે. વિજય વિચારી રહ્યો કે એ બર્વે સાથે ઘણાં વરસોથી લેવડદેવડ કરે છે કામ કઢાવે છે એનાં પૈસા પણ ચૂકવે છે