તારી પીડાનો હું અનુભવી - ભાગ 14

  • 1.6k
  • 1
  • 632

અઠવાડિયાને જતા ક્યાં વાર લાગે? મેં મિરાજ અને મીતને બીજા દિવસે સવારના સાત વાગે મારા ઘર પાસે બોલાવ્યા. સાઈકલિંગ કરવા જઈશું એવું નક્કી કર્યું હતું. થોડા ટાઈમમાં મિરાજનો ફોન આવ્યો.‘હાય મિરાજ.’‘હેલ્લો દીદી.’‘કેમ છે? બધું ઓલરાઈટ?’‘હા. બસ તમારી સાથે વાત કરવી હતી.’‘એમ? એટલી જલદી હતી? કાલે તો મળીએ જ છીએ ને?’‘મેં અત્યાર સુધી તમને જેટલી વાતો શેર કરી છે, એટલી હજી કોઈ સાથે નથી કરી. મીત સાથે પણ નહીં.’‘મને ખ્યાલ છે એનો.’‘તમે કહ્યું એટલે અત્યાર સુધી મેં મીતની સામે બધી વાત કરી પણ હવે નહીં કહી શકું.’‘તને મારા પર કેટલો વિશ્વાસ છે મિરાજ?’ મીતની સામે કેમ નહીં કહી શકે એ પ્રશ્ન