ભાગવત રહસ્ય-૧૪૪ જે વસ્તુ ના દેખાય-- તેનું નામ પકડી રાખો- તો નામમાંથી સ્વ-રૂપ પ્રગટ થશે. સ્વ-રૂપ,નામને આધીન છે.ભગવાનના નામનું કિર્તન કરો-તેમના નામનો આશ્રય કરો--એટલે ભગવાને પ્રગટ થવું જ પડે છે.સીતાજી અશોકવનમાં ધ્યાન સાથે નામસ્મરણ એવી રીતે કરે છે-કે-ઝાડના પાંદડે-પાંદડામાંથી રામનો ધ્વનિ નીકળે છે.કલિકાલમાં અનેકોના ઉદ્ધાર પરમાત્માનું –નામ-કરે છે. પરંતુ કળિયુગના માણસની વિધિ-વિચિત્રતા જુઓ-કે તેને પ્રભુ નામમાં પ્રીતિ થતી નથી. પ્રભુનામમાં પ્રીતિ ના થાય ત્યાં સુધી સંસારની આસક્તિ છૂટતી નથી. પ્રભુનામમાં નિષ્ઠા થવી કઠણ છે.પૂર્વજન્મના કોઈ સંસ્કારોને લીધે પ્રભુનામમાં નિષ્ઠા થતી નથી. ને,નામ સ્મરણ થતું હોય તો જીભ અટકી પડે છે. માનવની આ જીભથી જ બહુ પાપ થાય છે,