લવ યુ યાર - ભાગ 58

(11)
  • 3.2k
  • 3
  • 2.1k

ખૂબજ મક્કમતાથી પોતાની પાસે જેટલી પણ હિંમત હતી તેટલી એકઠી કરીને સાંવરીએ પોતાની ઓફિસમાં પગ મૂક્યો અને તે પોતાની કેબિનમાં પ્રવેશી...હવે આગળ...પોતાની કેબિનમાં તેણે પગ મૂક્યો તો તે અચંબામાં પડી ગઈ કારણ કે પોતે જે પ્રમાણે ઓફિસ ગોઠવીને ગઈ હતી તેનાથી કંઈક અલગ જ વ્યવસ્થા તેને જોવા મળી.તે સમજી ગઈ કે આ બધું કોણે કર્યું હશે..તે એ પણ સમજી ગઈ કે મારી જગ્યા જેનીએ લઈ લીધી છે..તેની ચેર ઉપર જેની બેસતી હશે તે દેખાઈ રહ્યું હતું..કારણ કે તે ટેબલ ઉપર જે સામાન પડ્યો હતો તે પોતાનો કે પોતાના મીતનો પણ નહોતો તો તે જેનીનો જ હતો.આ બધું જ જોયા પછી