વિશ્વ સંસ્કૃત દિવસ

  • 1.9k
  • 519

ધારાવાહિક:- દિન વિશેષતાલેખ:- વિશ્વ સંસ્કૃત દિવસલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીસૌ પ્રથમ તો સૌ કોઈને રક્ષાબંધન નિમિત્તે શુભેચ્છાઓ. તમને થશે કે કેમ આ આટલી વહેલી શુભેચ્છા પાઠવે છે? રક્ષાબંધન વખતે સમય મળે ન મળે, એટલે અત્યારે જ લેખ મૂકી દઉં છું. સમય મળે તેમ તેમ વાંચજો. એમ સમજજો કે રક્ષાબંધનનાં દિવસે જ લખ્યો છે.રક્ષાબંધનની ઉજવણી શ્રાવણી પૂનમે થાય છે એ તો સૌ કોઈ જાણે છે, પરંતુ આજનાં જ દિવસે 'વિશ્વ સંસ્કૃત દિવસ'ની પણ ઉજવણી થાય છે તે બહુ ઓછા લોકો જાણે છે.આજે સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સંસ્કૃત ભાષા પ્રાચીન ભાષા હોવાને કારણે સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે.