અ - પૂર્ણતા - ભાગ 34

  • 2k
  • 2
  • 1.4k

કોલેજમાં ધીમે ધીમે સ્ટુડન્ટ બધા ભેગા થઈ રહ્યાં હતાં. પરમ અને વિકી બન્ને બેચેન થઈને વારે વારે દરવાજા તરફ નજર કરી રહ્યાં હતાં. પરમની ધ્યાન બહાર આ વાત ન રહી એટલે એણે પૂછ્યું, "વિકી, હું તો મારી હેપ્પીની રાહ જોઈને ઊભો છું. તું કોની રાહ જોઈને આટલો બેચેન થાય છે?" વિકીએ દરવાજા તરફ નજર કરતા કહ્યું, "રેનાની..." પછી લાગ્યું કે પોતે કઈક બાફી માર્યું છે એટલે તેણે તરત જ વાત વાળી લીધી. "એટલે કે રેના , હેપ્પી અને મિશાની. ક્યાં રહી ગયા આ લોકો એમ." પરમ મનમાં જ હસી પડ્યો. એટલામાં જ મિશા આવી. તે તરત જ વિકી પાસે પહોંચી