ભીતરમન - 5

  • 2.3k
  • 2
  • 1.5k

હું ઝુમરીનું નિરીક્ષણ કરવામાં જ મશગુલ હતો, એની પાસે જઈને મારે જે વાત ઉચ્ચારવી હતી એ વાત મારા મનમાંથી ઝુમરીને જોઈને સાવ લુપ્ત જ થઈ ગઈ હતી. એક ભમરાના જીણા ગણગણાટે મારી તંદ્રા તોડી હતી. ક્ષણિક મને મારા પર જ હસુ આવી ગયું. હું હવે જરા પણ સમય ગુમાવવા ઈચ્છતો નહોતો. ખેતરના મજૂરને જે કામની સોંપણી કરેલ એ કામ તેઓ બરાબર કરે છે કે નહીં એ જોઈ હું નનકા પાસે પહોંચી ગયો હતો.નનકો અને ઝુમરી એની વાતોમાં જ મશગુલ હતા. મેં એમની તરફ વળતા જ નનકાના નામનો સાદ કર્યો હતો. નનકો અને ઝુમરીએ તરત જ પાછળ ફરીને મારી સામે જોયું