અ - પૂર્ણતા - ભાગ 31

  • 1.8k
  • 2
  • 1.4k

"તું ક્યારેય લવ મેરેજ નહિ કરે, પ્રોમિસ આપ." કિશોરભાઈની વાત સાંભળી રેના ઘડીભર સ્તબ્ધ થઈ ગઈ. પોતાના પિતાની આંખોમાં પોતાના માટે અપાર પ્રેમની સાથે ચિંતા પણ છલકી રહી હતી. વિશાખાદીદીએ જે પણ કર્યું એના જ આ પડઘા છે એ રેના સમજી રહી હતી. તેણે પ્રેમથી કિશોરભાઈનો હાથ પોતાના હાથમાં લીધો. "પપ્પા, હું સમજુ છું કે દીદીએ જે કર્યું એ જોઈ તમે મારી ચિંતા કરો છો પણ વિશ્વાસ રાખો પપ્પા કે હું આવું પગલું ક્યારેય નહી ભરું. હું પ્રોમિસ કરું છું કે કે તમે જેની પસંદગી મારા માટે કરશો, હું એની જ સાથે લગ્ન કરીશ. મા બાપથી વધુ દીકરીની ભલાઈ કોણ