પ્રેમ સમાધિ - પ્રકરણ-94

(17)
  • 2.1k
  • 3
  • 1.2k

પ્રેમસમાધિ પ્રકરણ-94 કાવ્યાનાં મોબાઇલમાં રીંગ આવી... કાવ્યાને ગમ્યું નહીં આવી સુખદ પળોનાં સાંનિધ્યમાં કેમ અડચણ આવે ? કલરવ સમજી ગયો હોય એમ બોલ્યો" કાવ્યા જોઇ લે ને કોનો ફોન છે ? તારાં પાપાનો હશે તો ?” કાવ્યાએ મોઢું મચકોડી ફોન હાથમાં લીધો ફ્લેપ ખોલીને જોયું તો કોઇ અજાણ્યો નંબર હતો.. કાવ્યાએ કહ્યું “છોડ કોઇ અજાણ્યો નંબર છે... એલોકો નવરાં છે શા માટે આમ કોઇ ડીસ્ટર્બ કરતાં હશે ?” કલરવની નજર સ્ક્રીન પર ગઇ એણે નંબર જોયો એને તરતજ યાદ રહી ગયેલું નંબરની છેલ્લી ત્રણ ડીજીટ "333" હતી એને થયું ઓહ હવે માયા કાવ્યાને ફોન કરે છે ? શા માટે ?