ભાગવત રહસ્ય - 139

ભાગવત રહસ્ય-૧૩૯ હરણ શરીરમાં ભરતજી અતિ સાવધ છે. જેટલા દિવસ હરણબાળ જોડે પ્રેમ કર્યો હતો-તેટલાં દિવસ –તેમને હરણ શરીરમાં રહેવું પડ્યું. પ્રારબ્ધકર્મ પૂરું થયું. બીજું નવું કોઈ પ્રારબ્ધકર્મ બનાવ્યું નથી.એટલે એક દિવસ-હરયે નમઃ-કરતાં કરતાં પ્રાણ છોડ્યા.શુકદેવજી વર્ણન કરે છે-રાજન, પવિત્ર બ્રાહ્મણને ઘેર ભરતજીનો જન્મ થયો છે. ભરતજી નો આ છેલ્લો જન્મ છે.તેમને પૂર્વજન્મનું જ્ઞાન છે-'હરણમાં મન ફસાયું અને પશુજન્મ મળ્યો-તે યાદ છે. હરણના સંગથી હરણ બન્યો, હવે માનવના સંગથી માનવ થઈશ, મારે હવે કોઈનો સંગ કરવો નથી, મારે હવે પરમાત્માના શરણમાં જવું છે.' ભરતજી બોલતા નથી. એટલે બધા કહે છે-આ તો મૂંગો છે. પોતાના ધ્યાનમાં કોઈ દખલ ના કરે એટલે