ભાગવત રહસ્ય - 138

ભાગવત રહસ્ય-૧૩૮   એક વખતે સવારના પહોરમાં ભરતજી કેડપૂર પાણીમાં ઉભા રહી સૂર્યને અંજલિ આપી રહ્યા હતા.તે સમયે એક ગર્ભવતી હરણી જલપાન કરવા આવી. તેવામાં એક સિંહે ગર્જના કરી. હરણી સિંહની બીકથી ગભરાણી.સામે કિનારે જવા તેને જોરથી કૂદકો માર્યો. પ્રસવકાળ નજીક હતો,એટલે પેટમાંથી હરણ બાળ બહાર આવ્યો. અને નદીના જળ માં પડ્યો. હરણી સામે કિનારે પડી મૃત્યુ પામી.   ભરતજીએ હરણબાળને નદી માં પડેલું જોયું. તેને બહાર કાઢવામાં ન આવે તો ડૂબી જાય તેમ હતું. ભરતજીએ વિચાર્યું-હું ધ્યાનમાં હોત અને જગતનું ભાન ન હોત ત્યારે હરણબાળ ડૂબતો હોત તો જુદી વાત હતી પણ મારા દેખતાં હરણબાળ ડૂબે તો મને પાપ