ભાગવત રહસ્ય-૧૩3 સ્કંધ-૫-(સ્થિતિ લીલા) સ્કંધ -૧ ને અધિકારલીલા,૨ ને જ્ઞાનલીલા,૩ ને સર્ગ લીલા,૪ ને વિસર્ગલીલા અને સ્કંધ ૫ ને સ્થિતિલીલા પણ કહે છે.સ્થિતિ-એટલે પ્રભુનો વિજય.સર્વ સચરાચર પ્રભુની મર્યાદામાં છે. પાંચમો સ્કંધ એ ભાગવતનું બ્રાહ્મણ એટલે કે ભાષ્ય છે.વ્યાખ્યા રૂપે છે.બીજા સ્કંધમાં ગુરુ એ જ્ઞાન આપ્યું. તે જ્ઞાન જીવનમાં કેમ ઉતારવું-તે ત્રીજાને ચોથા સ્કંધમાં સર્ગ-વિસર્ગ લીલામાં બતાવ્યું.હવે પ્રશ્ન એ છે કે-જ્ઞાનને સ્થિર કેવી રીતે કરવું ? અત્યાર સુધીમાં મનુમહારાજ અને શતરૂપાના સંતાનોમાં –બે પુત્રમાંથી એક ઉત્તાનપાદની વાત આવી ગઈ હવે –બીજા પુત્ર પ્રિયવ્રતની કથા આ સ્કંધમાં છે.વક્તા અધિકારી હોય અને શ્રોતા ધ્યાન દઈને-સાવધાન થઇ ને કથા સાંભળે તો