ભાગવત રહસ્ય - 131

  • 360
  • 130

ભાગવત રહસ્ય-૧૩૧   પ્રચેતાઓ (દસ) –એ પ્રાચીનર્બહી રાજાના પુત્રો છે.ભાગવતમાં લખ્યું છે-કે-પ્રચેતાઓએ,એક બે વર્ષ નહિ,પણ દસ હજાર વર્ષ સુધી નારાયણ સરોવરના કિનારે જપ કરેલા.ત્યારે તેમની સમક્ષ નારાયણ ભગવાન પ્રગટ થયેલા.જપ કરવાથી અજ્ઞાનનું આવરણ દૂર થાય છે,મન શુદ્ધ થાય છે અને જીવન સુધરે છે.રામદાસ સ્વામીએ દાસબોધમાં અનુભવથી લખ્યું છે-કે-તેર કરોડ જપ કરવાથી ઈશ્વરના સાક્ષાત દર્શન થાય છે.જપથી પૂર્વજન્મના પાપ બળે છે. જપનું ફળ તરત જોવામાં ના આવે તો –માનવું કે હજુ પાપ બાકી છે-તેનો નાશ થઇ રહ્યો છે.   વિદ્યારણ્યસ્વામીના જીવનનો એક પ્રસંગ છે. વિદ્યારણ્યસ્વામીની સ્થિતિ ગરીબ હતી. તેમણે અર્થ પ્રાપ્તિ માટે ગાયત્રી મંત્રનાં ચોવીસ પુનઃસ્ચરણ કર્યા. પણ અર્થપ્રાપ્તિ ન થઇ.તેથી