ભાગવત રહસ્ય - 130

  • 362
  • 136

ભાગવત રહસ્ય-૧૩૦   જરા-(વૃદ્ધાવસ્થા) સાથે લગ્ન થયા પછી પુરંજનની દશા બગડી છે. શરીર વૃદ્ધ થયું છે. ભોગ ભોગવે એને –જરા-વૃદ્ધાવસ્થા વળગે છે. યોગીને જરા-અવસ્થા વળગી શકે નહિ. જવાની એ "જવા" ની જ છે. વૃદ્ધાવસ્થામાં વાસના વૃદ્ધ થતી નથી,મોહ છૂટતો નથી. ને પછી –મૃત્યુનો સેવક-પ્રજ્વાર આવે છે.(પ્રજ્વાર એટલે અંતકાળનો જ્વર (તાવ). સ્ત્રી માં અતિ આશક હોવાથી –અંતકાળમાં સ્ત્રીનું ચિંતન કરતાં-શરીર છોડવાથી –પુરંજન –વિદર્ભ નગરીમાં કન્યા-રૂપે જન્મ્યો.   એવું નથી કે કોઈ કાયમ માટે પુરુષ કે કાયમ માટે સ્ત્રી થઇ પુનર્જન્મ પામે.આ શરીર માં જીવ જે દૃઢ વાસના કરે છે-તે પ્રમાણે-તેનો પુનર્જન્મ થાય છે. મનુષ્ય પોતાનું સ્વરૂપ પોતે જ નક્કી કરે છે.