ભાગવત રહસ્ય - 129

  • 534
  • 204

ભાગવત રહસ્ય-૧૨૯   તે સમયે નારદજી પ્રાચીનર્બહિ રાજા પાસે આવ્યા છે. રાજા કર્મપ્રધાન છે. અનેક યજ્ઞો તેમણે કર્યા હતા.નારદજી રાજાને પૂછે છે-તમે અનેક યજ્ઞો કર્યા,(કર્મો કર્યા) તમને શાંતિ પ્રાપ્ત થઇ –કે નથી થઇ ? રાજા કહે છે –ના-મન ને શાંતિ નથી.મને શાંતિ મળી નથી.નારદજી : તો પછી આ યજ્ઞો (કર્મો) તમે શા માટે કરો છો ? રાજા : મને પ્રભુએ બહુ આપ્યું છે.તેથી વાપરવામાં સંકોચ રાખતો નથી, બ્રાહ્મણો ની સેવા કરું છું, યજ્ઞ દ્વારા સમાજસેવામાં સંપત્તિનો ઉપયોગ થાય છે-એટલે યજ્ઞો કરું છું.   નારદજી કહે છે-યજ્ઞ કરવાથી “દેવો” પ્રસન્ન થાય છે-એ વાત સાચી.યજ્ઞ કરવાથી જીવોનું કલ્યાણ થાય છે અને તે