ભાગવત રહસ્ય-૧૨૫ ધ્રુવજી –નારદજીને પૂછે છે-કે-ત્યાં જઈને હું શું કરું ? મને કાંઇ આવડતું નથી. પરમાત્માની આરાધના કેવી રીતે કરવી ? નારદજી કહે છે-સવારે બ્રાહ્મ મુહુર્તમાં (સવારના ૪ વાગે) ઉઠજે. ધ્યાન કરતા પહેલાં ઠાકોરજીની માનસી સેવા કરજે.માનસી સેવાનો અતિ ઉત્તમ સમય સવારના ૪ થી ૫ સુધીનો છે.માનસી સેવામાં ખાલી મનની જ જરૂર છે.(પ્રત્યક્ષ સેવા માં અનેક વસ્તુઓની જરૂર પડે છે.)માનસી સેવા સવારે કોઈનું પણ મુખ જોયા પહેલાં કરવી જોઈએ. સવારે ઉઠી મનથી ધ્યાન કરવાનું-કે- --હું ગંગાજીને કિનારે બેઠો છું. મનથી પોતે-ગંગાજીમાં સ્નાન કરવાનું.તે પછી અભિષેક માટે ગંગાજળ લાવવાનું. ગંગાજળ મનથી જ લાવવાનું છે–તો સોના કે ચાંદીના લોટામાં જ