ભાગવત રહસ્ય - 121

ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થાય છે. શાંતિ-એ સંયમથી,સદાચારથી,સારા સંસ્કાર(ધર્મ)થી મળે છે.સંપત્તિ (અર્થ) થી નહિ.સંપત્તિથી વિકારવાસના વધે છે.એટલે –ધર્મ પ્રકરણ પહેલાં અને અર્થ પ્રકરણ પછી છે.આમાં ઉત્તાનપાદ અને ધ્રુવના ચરિત્ર નું વર્ણન છે.   મૈત્રેયજી કહે છે-મનુ-શતરૂપાની ત્રણ કન્યાઓના વંશનું વર્ણન કર્યું. તેમના બે પુત્રો –ઉત્તાનપાદ અને પ્રિયવ્રત હતા.પ્રિયવ્રત રાજાની કથા –પાંચમા સ્કંધમાં આવશે-ઉત્તાનપાદની કથા –આ ચોથા સ્કંધમાં છે.થોડો વિચાર કરો તો ધ્યાનમાં આવશે-કે-જીવ માત્ર ઉત્તાનપાદ છે.મા ના ગર્ભમાં રહેલો જીવ –કે જેના પગ ઉંચા છે અને માથું નીચે છે –તે ઉત્તાનપાદ. જીવ જન્મે છે ત્યારે માથું પહેલું બહાર આવે છે.   ઉત્તાનપાદને બે રાણીઓ