ભાગવત રહસ્ય - 118

  • 490
  • 212

ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બહુ આનદમાં છો.!! સતી કહે છે-તમારા સસરાજી મોટો યજ્ઞ કરે છે.શિવજી-કહે-છે-દેવી,આ સંસાર છે.કોઈના ઘેર લગ્ન તો કોઈના ત્યાં છેલ્લા વરઘોડાની તૈયારી થાય છે, રડારડ થાય છે.સંસારમાં સુખ નથી. સુખરૂપ એક પરમાત્મા છે.તારા અને મારા પિતા નારાયણ છે. સતી વિચારે છે-જયારે જયારે હું-કોઈ વાત કરુછુ,ત્યારે શિવજી વૈરાગ્યની જ વાતો કરે છે. મને પિયર માં જવાની ઉતાવળ છે-અને આ તો વૈરાગ્યનો ઉપદેશ આપે છે.   સતીએ કહ્યું-મહારાજ,તમે કેવા નિષ્ઠુર છો.તમને કોઈ સગાંસંબંધીઓને મળવાની ઈચ્છા થતી નથી. શિવજી કહે-છે-દેવી, હું બધાને મનથી મળું છું. કોઈને શરીરથી મળતો નથી. કોઈને મળવાની મને ઈચ્છા પણ નથી.સતી બોલ્યાં-તમે તત્વનિષ્ઠ