ભાગવત રહસ્ય - 116

  • 388
  • 178

ભાગવત રહસ્ય-૧૧૬ દક્ષપ્રજાપતિ નિંદામાં બોલ્યા છે-શિવ સ્મશાનમાં રહેનાર છે. પરંતુ તે તો સ્તુતિરૂપ છે.આખું જગત (સંસાર)એ સ્મશાન છે. કાશી એ મહાન સ્મશાન છે. શરીર એ પણ સ્મશાન છે.ઘર એ પણ સ્મશાન છે. મનુષ્યને બાળવાનું સ્મશાન ગામ બહાર હોય પણ કીડી-મંકોડાનું સ્મશાન આપણા ઘરમાં જ હોય છે.સ્મશાન એટલે આખું જગત-એટલે-કે- શિવજી જગતની સર્વ ચીજોમાં વિરાજેલા છે. તેથી તે વ્યાપક બ્રહ્મરૂપ છે.   જગતના અણુ-પરમાણુમાં શિવતત્વ ભર્યું છે.ભગવાન શંકર વાણીના પિતા છે.તે વાણી શિવજીની નિંદા કરે નહિ.દક્ષે નિંદામાં કહ્યું-એમની આંખો વાનર જેવી છે. એનો સવળો અર્થ કાઢ્યો છે. વાનર જેવા ચંચળ જીવ પર જેની કૃપાદૃષ્ટિ છે-એવા મર્કટલોચન. (જીવ વાનર જેવો ચંચળ છે)