ભાગવત રહસ્ય - 112

  • 541
  • 308

ભાગવત રહસ્ય-૧૧૨   જીવનો જ્યાં જન્મ થયો-કે-માયા એને સ્પર્શ કરે છે. સંસારમાં માયા કોઈને ય છોડતી નથી.આ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો-માયા છૂટે-અને સુખી થાય –પણ તે પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી.જીવ બાલ્યાવસ્થામાં મા સાથે પ્રેમ કરે છે. જરા મોટો થાય –એટલે –રમકડાં સાથે પ્રેમ કરે છે.તે પછી-મોટો થાય-એટલે પુસ્તકો જોડે પ્રેમ કરે છે.એક બે ડીગ્રી મળે એટલે –પુસ્તકોનો મોહ ઉડી જાય છે.   પછી પૈસા જોડે પ્રેમ કરતો થઈ જાય છે. થોડા વધુ પૈસા આવે એટલે બેંકના બેલેન્સ જોડે મોહ થઇ જાય છે. અને લગન કરે એટલે લાડી જોડે પ્રેમ કરતો થઇ જાય છે.લાડીને કહે છે-કે તારા માટે